બુધવાર, 11 નવેમ્બર, 2009

આચાર્ય Chanakya चाणक्य ચાણક્ય ગુજરાતીમા


એક ખૂબજ પ્રતિભાશાળી , અવિસ્મરણીય તેવુ ઐતિહાસિક પાત્ર એટલે ચાણક્ય … ભારતમા ઇ.સ. પૂર્વે 283-350-390 સમયમા યુરોપની સ્થિતી કરતાં ભારત આગળ પડતુ હતું. (હાલ નજીક રાવલપીંડી પાકીસ્તાન) નાલંદા અને તક્ષશીલા (હાલ નજીક ભારત બિહાર )જેવા શૈક્ષણિક સંસ્થાનો હતા. જ્યાં દરેક વિષયનુ જ્ઞાન અપાતુ . પ્રાયોગિક શિક્ષણ સહીત . ભારતમા અનેક રાજાઓ હતા . તેમના ઘણાના પરિવાર પણ સામાન્ય નાગરીકો સાથે અભ્યાસ કરતા. જ્ઞાનની વાત હોય તો એક પણ ક્ષેત્ર બાકી ન રહે... સોનાની ,શસ્ત્રોની ગુણવત્તા ,ભેળસેળ, કપટ, શાંતિના સમયમાં સંયમ –તકેદારી, લોકોની સુખાકારી , શિક્ષણ , અનેક શસ્ત્ર કૌશલ્ય ,અર્થ , નાણાકીય વ્યહવારો, વારસાઇ મિલ્કત આચાર સમ્હિતા ....આ બધુ તો પશ્ચિમ ના CIA-usa ,Scotland Yard-uk , FBI usa, SSgermany , Gestapo Hitler ’s nazi ,CID- India ,mosaad Israel ને પણ પ્રભાવિત કરે છે. તેમના લખેલા અર્થશાસ્ત્ર , રાજ્યનીતિ શાસ્ત્ર , રાજ્ય આચારસંહિતા મૂખ્ય છે. આજ આર્વાચીન યુગ મા સાંભળવા મળતા મેનેજમેંટ , ગ્રુપ મીટિંગ્સ, બજેટ ,વીલ વારસાઇ મિલ્કત દાવા, જાસુસી -વિષ કન્યા – કપટ-, ભેળસેળ, રાજાની ફરજો ,કર્મચારી ની ફરજો, તેમના ઉપર દેખરેખ , ધર્મ આચરણ તેના ધાર્મિક પાલનમા શક્ય ફેરફાર, વ્યહવારીક અભિગમ, દેશ-ભક્તિ ......આ બધુંજ કોઇ જાણે સમજે અને વિશ્વ કક્ષાએ આચરે, ચર્ચાય પૂજાય છે .તેમના વિષે વધુ જાણવા કોઇ પ્રેરાય તેનો આ પ્રયત્ન છે..


ઋષિ ચણકને ત્યાં તેમનો જન્મ થયો. ઋષિ તક્ષશીલા વિદ્યાપીઠના શિક્ષક હતા. ચણક નામ એક પદવી જેવુ છે . ખેડૂત પાક લણી લે પછી .. પક્ષીઓ ને ચણવા દે ... થોડા દિવસ માટે ... ત્યાર બાદ આ ચણક-ઋષિ પોતાનુ ધાન વિણીલે અને ગુજરાન ચાલે... શિક્ષક તો ખરાજ પહેલા સમાજને ! પછી પક્ષીને અને પોતાની પ્રાથમિકતા છેલ્લે..!!.

કેટલો બધો ઉમદા વિચાર !

જન્મથી ચાણક્યને દાંત હતા.... જ્યોતિષ એવુ જણાયુ કે કાં તો આ રાજા થશે કે મોટો વગદાર માણસ મંત્રી થશે !! તે જમાનામા રાજકીય કપટનો સામનો ન કરવો પડે એટલે તેના મા બાપે દુધિયા દાંત તોડી નાંખ્યા .....



એક શૈક્ષણિક વાતાવરણમા ઉછેર થયો .. શિક્ષક તરીકે કારકીર્દી શરુ કરી..... અધ્યાપક તરીકે તક્ષશીલામા નામ થતુ ગયુ. શૈક્ષણિક બાબતોની વિવિધ શાખાઓના લીધે બીજા અગ્રગણ્ય લોકોના સમ્પર્કથી ચાણક્યનુ જ્ઞાન વધતું જ ગયું. આવાજ અરસામાં

ગાંધાર પ્રદેશ (સિન્ધુ નદી ) રાજા પોરસથી પરાજિત થયેલ . સિકન્દર ની સેના નજીક અને વારંવાર રંજાડતી .. યુરોપમાથી સેલ્યુકસ પણ ભારત ભૂમિથી જીતવા તત્પર હતો. પાટલીપુત્ર નો રાજા ધનનંદ ક્રુર ,લાલચી ,કપટી ,ધનસંગ્રહી હતો.. ભારત ખંડ ની હાલતથી પરેશાન લોકો રેફ્યુજી વિસ્થાપિત થઇ આશરો-શાંતી શોધમા તક્ષશીલામા ભેગા થતા ગયા.... ભરાવો થવા લાગ્યો. સ્થાનિક લોકોનો રોષ + સગવડો મર્યાદીત + બિન શૈક્ષણિક હિજરતથી તક્ષશીલાની સમસ્યા વધુ ઘેરી બની.

આ બધા વિચાર ચાણક્યને સતાવતા હતા. ઘણા ઇતિહાસવિદ પુરાવા સહીત માને છે કે આ આવી પડેલી પ્રજાનુ પુન:વસન કરવામા ચાણક્યએ પહેલા બધાને શહેરની બાહર ખૂલ્લી સીમમાં આશ્રય આપી તબક્કાવાર સેટ કરી. શહેરનીપ્રજા અને નવી આવેલી પ્રજાના હિતને લક્ષમા લઇ માનવતાના ધોરણે સામાજિક ન્યાયીક અને મેનેજમેંટ ક્ષેત્રમાં સીમા ચિહ્નન કામગીરી બજાવી હતી...આજના યુગમા પણ આ સળગતો પ્રશ્ન છે... અને તેમના સિધાંત માર્ગદર્શી છે..

દરમ્યાન નિરાશ્રીતો પાસેથી ભારત અંગે ઘણી માહિતી એકઠી કરી .. આ બધુ તેમને સતત કૈક કરવુ પડશેવાળી દેશભક્તિ - ભાવના જગાડી ગયું. ભણાવવાનુ છોડી પાટલીપુત્ર બીજી નાલંદા વિધ્યાપીઠ(હાલ બિહાર પટના) તરફ પ્રયાણ કર્યુ . નવુ કાર્યક્ષેત્ર પાટલીપુત્ર પસન્દ કર્યુ.(ઇ.સ્.પૂર્વે 399 -299ચીન ના ફાહીયાન-ચિંગ નામના મુસાફરની નોન્ધ છે )એ સરવાળે સમૃધ્ધ હતું પણ તેનો રાજા નન્દ ખૂબજ લાલચી , ધન સંગ્રહી , કપટી સ્વાર્થી ..હતો. સામાન્ય માણસને સુખથી વંચિત રહેવુ પડતુ હતુ. દુ:ખી પ્રજા રોષ વ્યક્ત કરવાજાય તો દંડાય એવામા તેના રાક્ષસમંત્રી અમાત્યરાક્ષસ જેવો હોશિયાર સલાહકાર અને લશ્કરનો પણ સાથ હોઇ ધનનન્દ માત્ર તેનો મિત્ર હોવાથી બચી જતો.. અમાત્ય રાક્ષસ કોઇ અગમ્ય રીતે નંદની દોસ્તી અને રાજાના સિન્હાસનને વફાદાર હોઇ અણીના સમયે નંદને બચાવી લેતો..... ટુંકમા ગમે ત્યારે ભડકો કે ક્રાંતી ભભૂકી ઉઠે તેવુ હતુ.... ચાણક્યે તેના અભિગમથી સૌના મન જીતી ચેરીટી કમિશ્નર જેવી પદવી હોદ્દો મેળવી લીધો.. આથીજ તેને રાજાને મળવાનુ થયુ.. ચાણક્યના દરેક સુચનનો અસ્વીકાર રાજાએ કર્યો...તે પણ દ્વેષથી...ચાણક્યએ બુનિયાદી સુખાકારી પ્રજા માટે બતાવી તો તેણે ફગાવી !!! ઉલ્ટાનુ

રાજાના ગુણગાન ગાવાનુ કીધું...ચાણક્યએ રાજાની આચારસહિતા બતાવ્યા કરી તેમનો અણબનાવ વધતો ગયો.... અમાત્ય રાક્ષસે બ્રાહમણને જાનથી મારવાનો હુકમ ના કરવા દીધો...રાજાએ તેને અત્યંત અપમાનીત સ્થિતીમા બધાજ હોદ્દા પરથી પદભ્રષ્ટ કરી કાઢી મૂકેલ....ધુઆ પુઆ થયેલ ચાણક્યને આવાજ વિચારોમા ખોવાયેલા તે રસ્તામા કોઇ ખાસ ઘાસનો કાંટો પગમા વાગ્યો... આ રાજાને જરા પણ રાજ્ય કારભારમા ખબર નથી પડતી....કોઇ રાજાને રોકી ન શકાય ? વ્યાજબી કારણે પણ નહિ ? રાજા પોતાની પ્રજા સાથે આવો બેહૂદો વ્યહવાર કેવીરીતે કરી શકે ? આ કાંટો અહીં ક્યાંથી આવ્યો ? મને ભલે વાગ્યો પણ બીજાને તો વાગવા નહિજ દઉ. કહી ને બધીજ ઘાસપૂસ જડમૂળથી ઉખેડી નાંખી... અને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી આ ઘાસની જેમ નંદને પદભ્રષ્ટ જડમૂળથી નહિ કરું... મારી શીખા (ચોટલી) નહિ બાંધુ.... આ ગરીમા વાળા બ્રાહ્મણ માટે આ ઘણી મોટી વાત તે જમાના સન્દર્ભ્ મા છે.

આ કાંટાના પ્રસંગને એક બાળક જોતો હતો..... તેના ધ્યાન અને મુઝાયેલા ચહેરાને જોઇને પુછ્યું કે કેમ કૈ મુશિબત છે ? મારા કરતા તમે વધુ પરેશાન છો.... તમને મારી મુશ્કેલીઓ કહી તમારી કેવી રીતે તકલીફ વધારું ? આ જવાબ એક ગુરુ શિષ્ય ના સબન્ધ ની શરુઆત હતી...એ બાળક તેજ ચન્દ્રગુપ્ત !!!!ચાણક્યના સુચનો ૢ તેનુ દિમાગ અને ચન્દ્રગુપ્તના પરાક્રમ . ખૂબ નાનપણથી તેનો ઉછેર એક રાજાની પ્રતિભા ધ્યાનમા રાખી થયો. બધીજ વિદ્યામા તેને નિપુણ બનાવ્યો....ચન્દ્રગુપ્તને .જોકે રાજ્યકૂળ નો દૂરનો સમ્બન્ધ તેને હતો આથીજ મૌર્ય માન્ય ગણાય છે પણ પ્રજામાંથી રાજા અને તેનુ તે રીતે ઘડતર વંશ કરતા કૌશલ્યને પસંદગી તાલિમ યોગ્યતા પછી રાજ્યકારભાર !!!

પ્રજામાંથી યોગ્ય ક્ષમતાવાળાને શોધી તેને બરાબર તાલિમ આપી જ્યારે નિપુણ થાય ત્યારે રાજા ગણાય એક અજોડ ઘટના છે.. આ જ બધાને નવાઇ લાગેછે કે મેગ્નાકાર્ટા તો થોડાકજ વખત પહેલાની લોકશાહીની શરુઆત ગણતા યુરોપના લોકોને પણ લોકશાહીના મૂળ અહી દેખાયા. જે ઇ.સ્.પૂર્વેની વાત છે...!! ભારત માટે ગૌરવની વાત છે. એલેકઝાંડર સિકન્દર સેલ્યુકસ વાળી લડાઇ દુશ્મનાવટ અને નંદ સાથેની લડાઇમા

ક્રમવાર ભૂલ ભૂલામણી લાગશે . સરળતા માટે એથીજ બન્ને જુદા જુદા તપાસીએ...

મૌર્ય સામ્રાજ્યના ભલામા એક વાત થઇ કે સિકન્દરની આણ બીક ઘટતી ગઇ.તેની પોતાની નાદુરસ્ત તબીયત અને ફિલિપ અને નિકોસાર જેવા સાથીઓનુ લડાઇમાં મૃત્યુ....પછીના સરદારો અન્દર અન્દર લડાઇમા બરબાદ થઇ ગયા..સિકન્દરનુ બેબીલોનમા મૃત્યુ ...પશ્ચિમના અન્ય શાસકો લડાઇમા સ્પર્ધામા રહ્યા નહી. પુરાવા સહીત એક વાત છે જેમા ચન્દ્રગુપ્ત અને સિકન્દર પણ સામ સામે આવી ગયા . બન્નેનો અહમ ટકરાયો... સિકન્દરે ચન્દ્રગુપ્તને કેદ કરી દીધો. એરીસ્ટોટલ સિકન્દર માટે ગુરુ ગણી શકાય જેમ અહી ચાણક્ય ચન્દ્રગુપ્ત માટે છે.....તેને ચાણક્યની પ્રતિભા વિષે ખૂબ માન હતું. આના લીધે સિકન્દરે સમાધાન સ્વીકારી ચન્દ્રગુપ્તને છોડી દીધો..પશ્ચિમના એરીસ્ટોટલની ભલામણ આડકતરી રીતે ચાણક્યની શાનનો સ્વીકાર અને પોતાના પણાનો પૂર્વનો અવતાર !! હેલેના સેલ્યુકસની દીકરી હતી. ચન્દ્રગુપ્તના પ્રેમમા પાગલ હતી. પરદેશી પ્રેમિકા આચાર્યને પસન્દ ન હતી. પોતાની ધાર્મિક માન્યતાની પણ ઉપરવટ જઇને ગ્રીક યોધ્ધાઓ સાથે સમાધાન થશે.. વર્ણશંકર જન્મલેવાનારી પ્રજા આવીજ બળવાન હશે... ચાણક્ય માની ગયા....કૌશલ્ય અને ગુણવાનનુ તેવાજ સાથે મિલન શું ખોટુ ? બન્ને બાજુ પસન્દગીનો વ્યાપ વધી જશે !. ગ્રીકોને પણ યુધ્ધથી થાક લાગ્યો હતો... આટલે દૂર આવ્યા બાદ આ ધરતીના તેની પ્રજા સાથે સારા સમ્બન્ધો થઇ ગયા હતા.....અને લશ્કરની વફાદારી વંશ પર હોય છે આથી જ હારેલા રાજાના કુટુમ્બ જોડે દીકરો દીકરી સમ્બન્ધ બાંધી લશ્કરનુ પરસ્પરનુ વૈમનસ્ય ઓછુ થાય છે.... વેર ઘટે છે...

રાજા ધનનંદ સાથે પહેલાતો ચન્દ્રગુપ્ત અને ચાણક્યએ સીધો કેન્દ્રીય હુમલો કર્યો...અમાત્ય રાક્ષસમંત્રીએ પોતાનુ શૌર્ય એટલુજ બતાવ્યું. ચાણક્યએ ખોટી ભારતીય પ્રતિષ્ઠાનો મુદ્દો ઉઠાવીને કેસરીયા કરવાને બદલે પીછે હઠ કરી....!!! ધૈર્ય ૢ સંયમૢ અને દુશ્મનને રાહ જોવડાવી દરેક વખતે જુદી ચાલ ચાલી દુશ્મનને છેતરવો... પૂરતી તૈયારી પોતાની રીતે કરીને બાહરની સરહદ થી કેંદ્ર તરફ કૂચ કરી... પણ જીતેલી જગ્યાઓ નન્દનુ સૈન્ય ફરી કબજે કરી લેતી કેમકે જીતેલી જગ્યા ટકાવી રાખવા આરક્ષીતસેના રીઝર્વ આર્મી સરેરાશે નૂકસાન કારક રહ્યું!!!! નન્દનુ સૈન્ય તેમના નાના રક્ષા કરતા કાફલાને ઘેરી નાંખતુ........ફરી લડાઇ પાછી વાળી !!!!!!! ( આવીજ ભૂલ નેપોલીયન કરે છે.. આવીજ ભૂલ હિટલરે કરેલી અને મોસ્કોને ટોકન જીતી બાળીને પાછા ફરતા થાકેલા જર્મનો શિયાળો + વળતી લડત ન જીરવી શક્યા)



પ્લાન 3 ગુપ્તચર ૢ વિષકન્યાૢ કૌટુમ્બિક કલેશોમાં યોગ્ય ટાપસી ,યોગ્ય પાત્ર શોધી કાવાદાવાથી પૂરાવડાવી નન્દના સમગ્ર ખાનદાનને મુંઝવી નાંખ્યુ .... આંતરીક વિખવાદમા ચક્કરે ચઢાવી દીધું...ત્યારબાદ ધીરે ધીરે ખોખલુ કરીને જીતીને ફરી ગુમાવવુ ન પડે તે ટેકનીકથી નન્દને હાર તરફ દોરી ગયા.... યુધ્ધ એક વિચિત્ર ફૉરમેટમા ચાલતુ રહ્યુ...નન્દ ઘરડો રાજા થઇ ગયેલ. વનમા સન્યાસ જેવુ લઇને છુપાઇ રહ્યો ....ચાણક્યએ તો પણ કદાચ કોઇ બીજાને દત્તક લઇને અમાત્ય રાક્ષસ તેને રાજા તરીકે સ્વીકાર કરાવડાવી બાજી ગુંચવી ન નાંખે માટે નન્દ અને તેના ખાનદાનની કતલ કરાવી. ઘાસ જમીન સાથે ઉખેડી નાંખેલુ કે વાગવાની સમ્ભાવનાજ ન રહે....કેટલુ બધુ પૂર્વાનુમાન !!!

ત્યારબાદ મૌર્ય સામ્રાજ્યનો વિકાસ અને સમૃધ્ધિ વધ્યા...

લડાઇ પછીના સમયમાં તરતજ હવે શાંતિ પ્રવર્તે છે... તો ફરી પાછુ ભણાવવાનુ અને લેખનકાર્ય શરુ કરવાનુ નક્કી કર્યુ ... આવનારી પેઢીને કઇક આપતુ જવાની ખેવના સાથે... બધાની નવાઇ વચ્ચે પોતાની જગ્યાએ રાક્ષસ મંત્રીનેજ .. મૂક્યા !! તેની સિન્હાસન પ્રત્યેની વફાદારી અને લગભગ પોતાના જેટલીજ બીજી નિપુણતા જોઇને ! નંદના જ વિશ્વાસુને તેનુ પદ આપી આશ્ચર્ય કરાવ્યુ .. પોતાની જ્યારે પેલી ચેરીટી કમિશ્નર સમકક્ષ જેવી પદવી હતી... ત્યારે રાજ્યના સોના ના સિક્કા બનાવનાર સોની ભેળ સેળ કરતો હતો. અમાત્ય પણ તે ન તો જાણતો.પોતે કઇ પગલા લે તે પહેલા રાજાએ તેનેજ દૂર કરીદીધેલ . પોતાના ફાયદાનુ મિશ્રણ બનાવી વચ્ચેથી સોનુ તફડાવી ખૂબ કમાએલો .... તેને જ નાણા ના વ્યહવાર માટે બોલાવી... તેના કરતા પણ સારી વધુ ફાયદાવાળી ફોર્મુલા બનાવી , વફાદારી માટે વૉર્નીગ આપી તાકીદ કરી...હવે વચ્ચેનુ સોનુ સરકારમા જમા કરાવવુ તેમ કહી...ચોરના પણ (મોડેસ ઑપરેંડીની) કૌશલ્યની કદર કરી.

બે મુખ્ય જગ્યાઓ હારેલા રાજાના વફાદારને પસંદ કરીને સોંપી પોતાની દીર્ઘ દ્રષ્ટિનો પરિચય આપ્યો..જ્યાં કડક થવું પડે ત્યાં વૃજછાતી અને દૂરંદેશી એટલી કે વ્યક્તિના ગુણની પૂરેપૂરી કદર ભલે દુશ્મન હોય ભૂતકાળનો... તેના માટે કોમળ હૃદય !!

યુધ્ધથી વિકાસ શક્ય નથી..નિર્ણયાત્મક વળાંક કદાચ બહુ મોટો ભોગ લઇ ને આપે.... તે ચાણક્યએ વારંવાર કહ્યું છે..

આ બધુ ગોઠવીને પોતે લખવાનુ શરુ કર્યુ.... નીતિશાસ્ત્ર , અર્થશાસ્ત્ર અને રાજ્યકારભાર માટેની આચાર સંહિતા અવિસ્મરણીય અચરજ થી ભરપૂર છે...

રાજા ચંદ્રગુપ્ત પણ પાછલા દિવસોમા જૈન ધર્મથી ,થોડો બૌધ્ધ ધર્મથી અને હિન્દુ ફિલોસોફીના સન્યાસનો સ્વિકાર કરી .... પોતાના પાટવીકુવર બિમ્બીસારને રાજા બનાવી વનમાં ભક્તિમાર્ગે વળી ગયો...એક બીજો અધિકારી અમાત્ય સુબન્ધુ નવા રાજાની નજીક હતો . તેને ચાણક્ય માટે દ્વેષ રહેલો. અને આજ ચાણક્યનુ અટકવાનું કારણ બની રહ્યુ. મૂળ વાત આમ છે કે.... પહેલેથીજ કોઇ ચન્દ્રગુપ્તને ઝહર ઝેર ન પાઇ દે માટે... થોડુ થોડુ તેના ખાવામા ચાણક્ય પોતેજ મેળવવા કહેતા... જેથી તેનો મરવા માટેનો ડૉઝ વધુ ઉંચો થતો જાય અને અકસ્માતે કદાચ કોઇ ઝેર આપે તો બચવાની તક રહે....!!!!!! આ વાતની ચન્દ્રગુપ્તને જાણ ન હતી. અકસ્માતે પોતાની પત્નીને ગર્ભાવસ્થાના (પ્રેગનંસીના) છેલ્લા દિવસોમા ... ખાવાનુ અપાઇ જતા તે બચી ન શકી... પણ પેટ કાપીને ગર્ભ બચાવીને ( બિમ્બીસાર = થોડુ ઝેર માથે ચઢીજતુ) તેણે શિશુ બચાવેલ . આજ વાત પુરાવા સાથે થોડી મરડીને તમારી માતાના મૃત્યુનુ કારણ આચાર્ય છે તેવુ બિમ્બીસારને ઠસાવ્યું.....

આ આક્ષેપથી આચાર્ય ચાણક્ય ભાંગી પડ્યા. પોતાની સાચી હકીકત જણાવી પુરાવા પણ આપ્યા..વ્યથિત આચાર્યે પોતે વનમા જઇ ભક્તિ માર્ગ કરી સમાધિ લેવાનો નિર્ણય લીધો..આચાર્ય નિર્દોષજ હોઇ રાજા બિમ્બીસારે પગમા પડીને માફી માંગી પણ ચાણક્ય... સુબન્ધુને પકડવામા આવ્યો... સુબન્ધુને પણ મોતની સજા નહી આપવાનુ વચન લઇ બસ હવે.. નિવૃત ...(જેમ યુધ્ધ નિવૃત ભીષ્મ થયા... દેહ નિવૃત પછી થયા.. દ્રોણ પણ યુધ્ધ નિવૃત થઇ લગભગ સમાધિમા હતા ત્યારેજ ધૃષ્ટધુમ્નએ તેમનુ માથુ કાપેલું...)

આમ યુધ્ધમા , શાંતીમા , લોક કલ્યાણ , કૌશલ્યની કદર કરવામા , વિશાળ ર્હદય રાખીને પોતાની ધાર્મિક માન્યતાઓને પણ મર્યાદીત કરવામા, દુશ્મનને માફ કરવામા અને વખત આવ્યે મૃત્યુદંડ આપવામા તેમની વિશાળ પ્રતિભાનુ દર્શન થાય છે.....

આ નામો જુદા હોય પણ વાત એકજ છે...

ચાણક્ય = કૌટિલ્ય = વિષ્ણુગુપ્ત

ચન્દ્રગુપ્ત = સાંદ્રાક્રોસ =વૃષલ ચાણક્યે પાડેલુ પેટ નેમ અમાત્ય રાક્ષસ = રાક્ષસમંત્રી = ઘણા આને પદવી માને છે... એલેક્ઝાંડર = સિકંદર = અલેક સુન્દર ,= એરીક સુન્દર..

એરીસ્ટોટલ = અરસ્તુ

* આ લેખ લખવામા ડૉ એચ. એમ. ઝાલા એ સક્રીય રસ લ ઇ ને ઘણુ ફાઇન ટ્યુનીગ કરી આપેલ છે.. ઋણ સ્વિકાર....

મનોજ જોષી ખ્યાતનામ ચરિત્ર અભિનેતા હિન્દી ફિલ્મ ... એ ચાણક્ય નાટક હિન્દી ભાષામા  ભજવ્યું.
ખૂબ સરસ હિન્દી ઉચ્ચાર ,, હૉલની ધ્વનિની મર્યાદાના લીધે કલાકારોને તકલીફ પડી.. ચાણક્યનુ નન્દ દ્વારા અપમાન ,મહેલમાજ પ્રતિજ્ઞા વગેરે પ્રસંગો આવરી લીધા...
અમાત્ય રાક્ષસ નન્દની હત્યા સમયે ચાણક્યની ફરી અમાત્ય થવાની ઑફર અસ્વીકારે છે ... પર્વત રાજ   નેપાલ (!) ને આકારેલ છે... સાદા જંગલમા વસતા શિકાર કરી ને આદીવાસી જેવુ જીવન જીવતા લોકોને આતિક સૈન્ય મા પરિવર્તીત કરી ફોજ મોટી અસરકારક બનાવી..કાશી કોશલ પ્રદેશ જીતી લેછે... . પર્વત રાજાને સન્ધીમાટે મહેલ મા બોલાવી લશ્કરી હત્યા કરે છે..કોણીયે ગોળ જેવા વચન કલિગ દેશ મા તેમને સાથ આપશે કરી મનાવે છે.. પર્વત રાજા પણ ચતુર છે... એક વખત મગધ હાથ મા આવે કે તરતજ  યેન કેન પ્રકારેણ ચન્દ્રગુપ્તને જોઇ લઇશુ વાળુ વર્તન રાખે છે... તે પૂર્વે  સમોહા નામની યુવતી જે નન્દની સાથે ગુપ્તાવેશ મા ચન્દ્રગુપ્તની પ્રેયસી છે... તેને ગર્ભ હોવાની શક્યતાએ  ચાણક્ય મરાવી નાખે છે..જેથી ચન્દ્રગુપ્ત ની નબળી કડી ન રહે..!!!! જેથી નન્દના કુળનો કોઇ વારસનો અમાત્યરાક્ષસ મંત્રી ઉપયોગ લશ્કરી વફાદારી માટે ન કરે તે જોવા !!!! મુરા નામ ની દાસી થી થયેલ ચન્દ્રગુપ્ત નન્દનો પિતરાઇ તો થાયજ છે...  પોતાની પ્રેયસીના ખૂનથી વ્યથિત ચન્દ્રગુપ્તને માર્મિક ધારદાર ઠપકો ચાણક્ય આપે છે... અને તેના વિષાદ માટે લજ્જિત કરે છે... ચેતવી પણ દે છે કે  રાષ્ટ્રહિત તેના માટે મોટુ છે...તે આની સાથે પણ વિદ્રોહ કરશે.......!!!!  નન્દ સામે પણ તેને વ્યક્તિગત કરતા  દેશદાઝ અને લોકોની સુખાચારી અગત્યની હતી તે સમજાવીને  ... પોતાની મહત્વકાંક્ષા કે પ્રતિજ્ઞા માટે નહિ પણ સમગ્ર ભારતને એક રાષ્ટ્ર આર્યાવ્રત તરીકે પોતે જોવા માંગે છે... હવે કોઇ નન્દનો વારસ ન હોઇ ... ચન્દ્રગુપ્તમા બધાજ લોકપ્રિય રાજાના લક્ષણો બતાવી તારવી માત્ર મગધ કરતા સમગ્ર ભારતનો એક રાષ્ટ્રવાદી પાયો જે સમ્રાટ અશોકે કલ્પ્યો છે ..રાક્ષસ મંત્રીને મનાવે છે.... પોતે એક લેખક .. શિક્ષકનુ જીવન જીવવા ચાહે છે.... સાથેના પાત્રો કપોળ કલ્પિત કે આધાર વગરના હોય તો પણ ચાણક્યનુ ચરિત્ર લેખન અને અભ્યાસ કઇક વિચારવા પ્રેરે ચોક્કસ છે....ચાણક્ય એક નિસ્પૃહ શિક્ષક નિર્દેશક એક બ્રાહ્મણ એક નિષ્ણાત તરીકે દરેક પાસાએ ચળકતો હીરો બની રહે છે....અને છે....